મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લો બોલો! ગતિશીલ ગુજરાતના આ ગામમાં હજુ સુધી નથી બન્યો પાકો રોડ! લોકોએ કહ્યું-અધિકારીઓ ડોકાતા પણ નથી..

છોટાઉદેપુર તાલુકાનું છેવાડાનું બીલવાટ ગામ આઝાદીના વર્ષો પછી પણ બે કિલોમીટરનો કાચો રસ્તો છે. જેથી મેડિકલ

લો બોલો! ગતિશીલ ગુજરાતના આ ગામમાં હજુ સુધી નથી બન્યો પાકો રોડ! લોકોએ કહ્યું-અધિકારીઓ ડોકાતા પણ નથી..

છોટાઉદેપુર તાલુકાનું છેવાડાનું બીલવાટ ગામ આઝાદીના વર્ષો પછી પણ બે કિલોમીટરનો કાચો રસ્તો છે. જેથી મેડિકલ ઈમરજન્સીમાં પણ ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. ચોમાસાના ચાર મહિના લોકો પગપાળા ચાલીને જઈ શકે છે. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પણ ભારે મુશ્કેલી પડે છે. વર્ષોથી લોકો રસ્તાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ હવે, બોગસ મહિલા ડોક્ટર ઝડપાયા, સુરતમાં અસલી ડોક્ટરે જ નકલીનું ભોપાળું ખોલ્યું

હજારની વસતી પણ સુવિધા નહી
 
બીલવાટ ગામના લોકોએ સરકારના કાને અવાજ પહોંચે તે માટે ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. નેતાઓ ચૂંટણીના સમયે આવીને વોટ લઈને જતા રહે છે. ત્યાર બાદ પાછું વળીને જોતા નથી. છોટાઉદેપુર તાલુકાના છેવાડાનું ગામ બીલવાટ છે. બે કિલોમીટરમાં મધ્યપ્રદેશની બોર્ડર આવી જાય છે. આ ગામમાં 100 જેટલા ઘરો અને 1000ની વસતી છે.

લોકોએ નારેબાજી કરી

બીલવાટ ગામથી મુખ્ય રસ્તા સુધી જવા માટે બે કિલોમીટરનો કાચો માર્ગ વર્ષોથી કાચો છે. ગ્રામજનો ભેગા થઈને તંત્રને જગાડવા માટે ગામના છેવાડે ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતાં.  જેમાં રસ્તો આપો.. રસ્તો આપો.. અમારી મુશ્કેલી દૂર કરો.. તેવા સૂત્રોચ્ચારો કરીને રસ્તાની માંગણી કરી હતી. ચોમાસામાં ચાર મહિના આ બે કિલોમીટરના કાચા રસ્તા ઉપર પગપાળા પણ ચાલીને જઈ શકાતું નથી. ત્યારે કોઈ બીમાર પડે ત્યારે તેને ઝોળીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે. જિલ્લાની મુખ્ય કચેરીઓમાં બેસતા અધિકારીઓ આદિવાસી સમાજના લોકોની ચિંતા ન હોય તે રીતના આ ગામની મુલાકાત પણ લેતા નથી.

લોકોએ આપી ચીમકી

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ ના કામો કરવા માટે 200 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે આ ગામને એક પણ રૂપિયાની ગ્રાન્ટ  ફાળવી નથી. આદિવાસી સમાજના લોકોને તંત્ર જાણે હેરાન કરવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જીવતા આદિવાસી સમાજના લોકોની વહારે તંત્ર આવશે? તે તો જોવાનું રહ્યું.. જયારે ગ્રામજનોએ ચીમકી પણ આપી છે. જો અમને રસ્તો નહિ મળે તો જિલ્લા મથકની કચેરીનો ઘેરાવ કરીશું

આ સમાચાર શેર કરો