Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Now, a fake female doctor has been caught, the real doctor open fraud

સુરતમાંથી હવે નકલી મહિલા ડોક્ટર ઝડપાયા, ઘરમાં જ ચલાવતા હતા ક્લિનિક

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાંથી હવે નકલી મહિલા ડોક્ટર ઝડપાયા, ઘરમાં જ ચલાવતા હતા ક્લિનિક

સુરતના મગદલ્લામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. જેમાં 40 વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. બોગસ મહિલા ડોક્ટર પકડાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મહિલા જૂના મગદલ્લા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી.

App Store

આ પણ વાંચોઃ રાજકોટ : જેતપુરમાં દારૂની પાર્ટીમાં ઝઘડા બાદ માથા પર પથ્થરના ઘા મારી મિત્રએ કરી મિત્રની હત્યા

કોઈ ડિગ્રી વગર પ્રેક્ટિસ

તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા 10થી વધુ નકલી ડોક્ટરોની ધરપકડ કરી હતી. આ પછી અસલી ડોક્ટરો પણ સતર્ક બન્યા હતા. ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે. જેથી પોલીસે બંને સ્થળોએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે જૂના મગદલ્લામાં ઘરમાં ક્લિનિક ચલાવતા લલીતાબેન ક્રિપાશંકર સીંઘ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષિય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં. છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

ગંભીર દર્દીઓને સેવા ન આપતા

પોલીસે બંનેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જોકે નિયત સમય દરમિયાન કોઈપણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે મોડી રાત્રે બંને સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે લલિતા સીંઘ એક ડિમ્પલ નામની મહિલાના ઘરમાં બોગસ ક્લિનિક ચલાવતા હતા અને સામાન્ય બિમારીવાળા દર્દીઓની સારવાર કરતા હતા. અને જો કોઈ ગંભીર બિમારીવાળા દર્દી આવે તો નજીકની હોસ્પિટલમાં રિફર કરતા હતા.