મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘પરેશ ધાનાણી આગમાં ઘી હોમવા જ રાજકોટ આવે છે’- વિજય રૂપાણી

દેશના 40 સ્ટાર પ્રચારકોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂપાણીએ આ દરમિયા

‘પરેશ ધાનાણી આગમાં ઘી હોમવા જ રાજકોટ આવે છે’- વિજય રૂપાણી

દેશના 40 સ્ટાર પ્રચારકોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂપાણીએ આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીને લઇને નિવેદન આપ્યું હતું. રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને ટિપ્પણી કરી હતી.

રૂપાણીએ શું કહ્યું?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને કહ્યું કે, ‘પરેશ ધાનાણી આગમાં ઘી હોમવા જ રાજકોટ આવે છે, તેમનું કામ જ ઘી હોમવાનું છે. રાજકોટમાં કોંગ્રેસ ક્યાય દેખાતી જ નથી. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. ભાજપ વિવિધ વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરશે અને ભવ્ય જીત મેળવશે.’

પરેશ ધાનાણીએ શું ટ્વિટ કર્યું હતું?

પરેશ ધાનાણી છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરી રહ્યાં છે. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. તે બાદ ફરી એક વખત ધાનાણીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યુ,

“”રાજકોટનુ રણમેદાન””

રાજકોટની “કમલમે કકળાટ” થી
ખૂબ જ થાકી ગયેલા “સાહેબ”ને,

હવે અમરેલી ના “પોતીકા ધરે”
હુ પાછા લેવા જ આવ્યો છુ..!

કોઈ પણ વ્યકતિ વિરુદ્ધ
નથી રહ્યો હવે નો જંગ.,

હુ તો “સતાના અહંકાર”ને
ઓગાળવા આવ્યો છુ..!

આજે લોકો દ્રારા, લોકો માટે
અને લોકો વતી ચાલતી..,

લોકશાહીના “હવનમાં હાડકા” નાખનારી,
“અસુરી” શક્તિઓને નાથવા આવ્યો છુ.!

“વ્યક્તિની વિભિન્નતા”ને વંદન કરુ છુ
“વૈચારિક વિભિન્નતા”ને વંદન કરુ છુ.,

હુ તો તુટતી “બંધારણીય વ્યવસ્થા”ની
સુરક્ષા કાજે આવ્યો છુ..!

હવે રાજકોટના “સાંસદ” બનવાની
નથી આ લડાઈ..,

હુ તો જનજનના “સાથી” બનવાનો
સંકલ્પ લઈને આવ્યો છુ..!

રાજકોટના રણમેદાનમાં ભાજપે જ
લગાડી છે “ઘાસલેટ” થી આગ..,

હુ તો આજે “લોકશાહીના યજ્ઞ” માં
“ઘી”ની આહુતિ આપવા જ આવ્યો છુ.!

દેશની દીકરીઓના “દામન” ને ભલે..,
શાસકો ખુદ લગાડી રહ્યા છે “દાગ”..,

હુ તો “નારી સ્વાભિમાન”નો હવે
સ્વાદ જ ચખાડવા આવ્યો છુ..!

સતાલાલચુ શાસકોએ જ પાથરી છે
હર હમેંશ “વર્ગ વિગ્રહ”ની જાળ..,

હવે અઢારેય વર્ણની આશાઓ ઉપર
“ઉજાસનો દીપ” પ્રગટાવવા આવ્યો છુ.!

એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને
બીજી તરફ મર્યાદા ચુકેલા શ્રી પરશોતમ,

રામરાજ્યની મર્યાદાઓનુ ઈરાદાપૂર્વક
ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ
હજુય હેઠા નથી મુક્યા હથિયાર,

તેથી નવીન મહાભારતના રણમેદાનમા
હુ “ગીતા જ્ઞાન”ની ફરજ નિભાવવા જ
આવ્યો છુ.

આ સમાચાર શેર કરો