મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Vadodara પાલિકાની ઘોર બેદરકારી, 10 વર્ષે માંડ બનેલો રસ્તો 10 દિવસમાં જ ખોદી નાખ્યો

સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા (VMC) ની અણઆવડત અને આડેધડ આયોજનનો વધુ

તસવીર: gstv

સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા (VMC) ની અણઆવડત અને આડેધડ આયોજનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કલાલી-અટલાદરા રોડ પર પાલિકાના એન્જિનિયરો અને તંત્રની ગંભીર બેદરકારીને કારણે પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થયો છે. દસ વર્ષની લાંબી રાહ જોયા બાદ જે રસ્તો તૈયાર થયો હતો, તેને માત્ર દસ જ દિવસમાં તોડવાની નોબત આવી છે.

શું છે સમગ્ર ઘટના?

વડોદરાના કલાલી-અટલાદરા રોડ પર સ્થાનિકો લાંબા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યા વેઠી રહ્યા હતા. અંદાજે 10 વર્ષ બાદ આ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. રહીશોમાં આનંદ હતો કે હવે ખાડાઓથી મુક્તિ મળશે, પરંતુ આ ખુશી માત્ર 10 દિવસ જ ટકી. રસ્તો બન્યાના ગણતરીના દિવસોમાં જ નીચે આવેલી પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું હતું.

આ લીકેજને રિપેર કરવા માટે પાલિકાએ કોઈપણ જાતની વિચારણા વગર નવા નક્કોર બનેલા રસ્તા પર જેસીબી ફેરવી દીધું અને મોટું ખોદકામ કરી નાખ્યું.

તંત્રની અણઆવડત સામે સવાલો

આ ઘટના પાલિકાની કાર્યશૈલી સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે.  રસ્તો બનાવતા પહેલા લાઈનોનું ચેકિંગ કેમ કરવામાં ન આવ્યું? નવો રસ્તો ખોદવાથી તેની સંરચના નબળી પડી ગઈ છે, હવે ત્યાં પેચવર્ક કરવા છતાં તે જૂની મજબૂતાઈ ક્યારેય નહીં રહે.  લાખો રૂપિયાના ખર્ચે થતા કામોમાં એન્જિનિયરોનું સુપરવિઝન ક્યાં હતું?

સ્થાનિકોમાં ભારે રોષ

વિસ્તારના અગ્રણીઓએ પાલિકા તંત્રને આડે હાથ લેતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, "આ પ્રજાના પૈસાનો સીધો વેડફાટ છે. પાલિકા પાસે કોઈ સંકલન (Coordination) નથી. એક વિભાગ રસ્તો બનાવે છે અને બીજો વિભાગ તેને તોડે છે. આ ભ્રષ્ટાચાર અને અણઆવડતનો ઉત્તમ નમૂનો છે."

આ સમાચાર શેર કરો