મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara News: બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ, ચેરમેનના એક નિવેદનથી ભારે વિવાદ

વડોદરા જિલ્લાના પાદરામાં બરો

તસવીર: GSTV

વડોદરા જિલ્લાના પાદરામાં બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. બરોડા ડેરીના ચેરમેન દિનુમામાંના એક નિવેદનથી ભારે વિવાદ ઉભો થયો છે. કરખડી ગામે ખેડૂત દિવસની ઉજવણી દરમિયાન દિનુમામાંએ પી. પી. શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ખેડૂત દિવસની ઉજવણીમાં મોટો વિવાદ ઉભો કરે તેવું નિવેદન આપ્યું હતુ. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે, કાર્યક્રમમાં 80 ટકા લોકો વ્યસનિ હતા. 

આ નિવેદન બાદ રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં નારાજગી જોવા મળી રહી છે. દિનુમામાંએ પોતાના નિવેદનમાં “મુખમાં રામ અને બગલમાં છરી” જેવા શબ્દોના પણ ઉપયોગ કર્યા હતા. હવે આ નિવેદનને લઈને વિરોધ પક્ષો આક્રમક બન્યા છે અને ચેરમેનની માફીની માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયું છે.

કરખડી ગામે યોજાયેલા ખેડૂત દિવસના કાર્યક્રમમાં બરોડા ડેરીના ચેરમેન દિનુમામાંએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચૂંટણી ટાણે આપેલા આ નિવેદનથી પાદરા સહિત વડોદરા જિલ્લામાં રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો