મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં બે યુવાનોના મોત

અમદાવાદના ધોળકા તાલુકામાં મોડી રાત્રે સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં બે યુવાનોના મોત થયા

અમદાવાદના ધોળકા તાલુકામાં મોડી રાત્રે સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં બે યુવાનોના મોત થયા છે.પ્રથમ ઘટના ધોળકાના માઘિયા ગામ પાસે બની હતી, જ્યાં એક બેફામ ટેન્કર ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

દુર્ઘટનામાં એસ્ટ્રલ કંપનીમાં નોકરી કરતા નરેશભાઈ ડાભીનું ગંભીર ઈજાઓને કારણે મોત

આ દુર્ઘટનામાં એસ્ટ્રલ કંપનીમાં નોકરી કરતા નરેશભાઈ ડાભીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં, સીમેજ ગામે ભાજીપાંઉની દુકાન ચલાવતા વેપારી રાત્રે દુકાન વધાવીને બાઈક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઠ રેલવે ફાટક નજીક અચાનક રસ્તા પર આખલો ઉતરી આવતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ સમાચાર શેર કરો