VIDEO: 18 વર્ષના BLOGGERનું બેફામ બાઈક ચલાવતા મોત, ભયાવહ અકસ્માતમાં યુવાનનું માથું અને ધડ થયા અલગ
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બાઈક ચાલકનું દર્દનાક મોત નિપજ
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બાઈક ચાલકનું દર્દનાક મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટના યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ ઉતરતા થયો છે, પ્રાથમિક માહિતી અનુસાર યુવાને બાઈક પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
યુવાનનું માથું અને ધડ અલગ થઈ ગયા
અકસ્માત એટલો ભયાવહ હતો કે યુવાનનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા, આ યુવાન youtube પર બ્લોગ બનાવતો હતો. મળતા અહેવાલ પ્રમાણે સ્થાનિકોએ પોલીસને જામ કરી હતી, પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતા અહેવાલ પ્રમાણે યુવાને બાઈક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેર્યા હોવાનું પણ સામે આવ્યું છે.




