Rajasthan Accident: રાજસ્થાનના ફલોદીમાં ટ્રક-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 18થી વધુ લોકોનાં મોત

Rajasthan Accident: રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવ

 Rajasthan Accident: રાજસ્થાનના ફલોદીમાં ટ્રક-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 18થી વધુ લોકોનાં મોત

Rajasthan Accident: રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાઠ ઝડપે જઈ રહેલી મિનિ બસ ટ્રકમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 18થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના અનેક સભ્યોનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે.

અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી
દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહીવટીતંત્રે રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવ્યું છે, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જાહેરાત

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક જિલ્લા કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ શર્માએ આદેશ આપ્યો છે કે ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત