Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Demand for legal action against shopkeepers selling inedible items that are harmful to health in Viramgam

VIDEO: વિરમગામમાં આરોગ્યને નુકસાન કરે તેવા અખાદ્ય પદાર્થ  વેચાણ કરતા દુકાનદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ 

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા અંદર આવેલા બુધાભાઈ ભજીયાવાળાના નામથી જાણીતી મીઠાઈ ફરસાણની દુકાને થી મોતિયા લાડુ ખરીદી કરતા ક્ષારી ફુગવાળા નિકળતા ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી સહિતની કચેરીમાં દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિત માંગ કરી.

App Store

વિરમગામના ભોજવા ગામે રહેતા ગોવિંદભાઈ બચુભાઈ પનારા તા.30/10/2025 ને ગુરૂવારના રોજ વિરમગામ ગોલવાડી દરવાજાની અંદર આવેલ બુધાભાઈ ભજીયાવાળા ના નામથી પ્રખ્યાત મીઠાઈ ફરસાણની દુકાને મોતિયા લાડુના નામથી જાણીતી મીઠાઈ લેવા ગયેલ જ્યાંથી પીળા લાડવા 500 ગ્રામ લીધા હતા, જેની કિંમત રૂપિયા 70 ચુકવવેલ હતી.ઘરે આવીને ચેક કરતાં જણાયું કે લાડવા ક્ષારી ફુગ વાળા દેખાતા ગ્રાહકે દુર્ગંધયુક્ત અને બગડેલી હાલતમાં હતા. ખાદ્ય વસ્તુની એવી સ્થિતિ જોઈને મેં તરત જ તે ખોરાકનો ઉપયોગ ન કર્યો અને પાછા પેક કરીને અલગ રાખી દીધા.ત્યારે તારીખ 31/10/2025 ને શનિવારના રોજ એ જ દુકાનદાર પાસે આવીને મોબાઈલ ફોનથી વીડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી બીજા 500 ગ્રામ લાડુ માંગ્યા હતા અને જે દુકાનદારે આપતા ખોલીને જોતા બગડેલી હાલતમાં જ હતા જેથી દુકાનદારને તમે આવો બગડી ગયેલા અખાધ્ય લાડુ કેવી રીતે વેચી શકો છો શું તમને આ ખબર નથી કે આ ખાવાથી ગ્રાહકો બીમાર પડી શકે છે અને ફૂડ પોઈઝન થાય તો જવાબદાર કોણ? એવું પૂછતા દુકાનદારે ગલ્લાં તલ્લાં કરી કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને આવું ખાવાથી કોઈ માંદુ ન પડેતેમ જણાવ્યું હતું ત્યારે અન્ય કોઈ ગ્રાહક સાથે આવો બનાવ ન બને તે માટે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા દુકાનદાર દ્વારા અન્ય લોકોને ફોન કરી વાત પતાવી દેવા જણાવ્યું હતું. 


પરંતુ ગ્રાહકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં દુકાનદાર વિરુદ્ધ ગોવિંદભાઈ પનારાએ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ, વિરમગામ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસ, વિરમગામ નગરપાલિકા સહિત સંબંધીત કચેરીઓ ખાતે આવા દુકાનદારો વિરુદ્ધ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવાની લેખિત માંગ કરેલી છે.ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ વાર તહેવારે વિરમગામ શહેર સહિત જિલ્લામાં વિઝીટ કરે ત્યારે હોટલો, ખાણીપીણીની દુકાનો, મીઠાઈ ફરસાણની દુકાનેથી વહેવાર લેતા હોવાની વાતોને લઈને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા કહેવાતા વ્યાપારીઓ નિર્ભય થઈને અખાદ્ય વસ્તુઓ વેચતા ગભરાતા નથી.

જો તે લાડવા ગ્રાહકના પરિવાર ખાઈ લેત, તો ફૂડ પોઈઝનિંગ અથવા ગંભીર આરોગ્ય તકલીફ થવાની શક્યતા હતી.ઉપરોક્ત ખાદ્ય પદાર્થની લેબલ પેકેજિંગ ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટની કોઈ પેકિંગ ન હોવાના કારણે કાંઈ જણાતું નથી અને દુકાનમાં આ અંગે કોઈ ભાવપત્રક કે ઉપરોક્ત વિષય જોગ ઉલ્લેખ નથી અને ખરીદી સમયે વારંવાર બિલ માંગવા છતાં આપવામાં આવ્યું ન હતું. આ ઘટના માત્ર બેદરકારી નહીં પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડાં છે. જેથી તંત્ર દ્વારા આવા દુકાનદાર સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.