Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: One of the three accused identified in the vandalism case in Krishnanagar, Ahmedabad

VIDEO: અમદાવાદના કૃષ્ણનગરમાં અદાવતમાં તોડફોડ કરવાના કેસમાં 3 આરોપી પૈકી એક આરોપીની ઓળખ થઈ

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: અમદાવાદ શહેરમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસ મુદ્દે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં આજથી 15થી 20 દિવસ અગાઉ આરોપીઓ જમવા આવ્યા બાદ ઓનલાઈન 420 રૂપિયા  ચુકવવા જણાવતા પેમેન્ટ ન કરતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

App Store

જે બાદ અદાવાત રાખી ત્રણ લોકોને સાથે રાખી રાત્રિના સમયે અસાજિક તત્વો આવી તોડફોડ કરી હતી. તેમજ ગ્રાહકોને ડરાવ્યા હતા. આ લોકો ડંડા, પાઈપો અને છરી લઈને મારવા આવ્યા હતા. મારવા આવેલા ત્રણ પૈકી એક આરોપીની ઓળખ થઈ ચુકી છે. રાકેશ વણઝારા નામના કુખ્યાત આરોપીની પોલીસને ઓળખ થઈ ગઈ છે. આ રાકેશ વણઝારા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે.