Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : A young man attempted suicide in a bus at Palanpur ST station, it was revealed that the young man's mental condition was not good.

Banaskantha news : પાલનપુર ST સ્ટેશન પર બસમાં યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ, યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news : પાલનપુર ST સ્ટેશન પર બસમાં યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ, યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનો ખુલાસો
સોર્સ : GSTV

Banaskantha news : હિંમતનગરથી બસમાં બેઠેલા એક યુવકે પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે 2 નવેમ્બરના રોજ બસમાં સવાર યુવકે પોતાનું ટી-શર્ટ કાઢીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને એસટીના કર્મચારીએ જાણ કરતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. સમગ્ર ઘટનાને પગલે બસ સ્ટેશન ખાતે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

App Store

મળતી માહિતી મુજબ, દાહોદ-પાલનપુર બસમાં હિંમતનગરથી બેઠેલા એક યુવકે પાલનપુર જૂના બસ સ્ટેન્ડ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે એસ.ટી.ના કર્મચારીએ જાણ કરતાં પાલનપુર પૂર્વ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને  યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

આપઘાતના પ્રયાસ મામલે પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે બનાવ અંગે યુવકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસના અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાય છે.