અમદાવાદ શહેર ભાજપના સંગઠન માળખા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ધારાસભ્યો, શહેર પ્રમુખ સાથે કરાઈ ચર્ચા

રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ તરીતે જગદીશ વિશ્વકર્માએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા પછી ભાજપ સંગઠન, જિલ્લા તેમજ મહાનગર સ્તરે કાર્યવાહી હાથમાં લીધી છે. ગુજરાતના દરેક જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રદેશ નિરીક્ષકો આજે પહોંચશે અને નવેમ્બરની 10 તારીખ સુધી આ પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયામાં મહામંત્રી તેમજ ભાજપ સંગઠનની રચના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં ભાજપ સંગઠન માળખા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદના નિરીક્ષક તરીકે ધારાસભ્ય ઉદય કાનગડ અને વિમલ કગથરાએ અમદાવાદ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલયમાં બેઠક યોજી હતી. જેમાં અમદાવાદના ધારાસભ્યો, શહેર પ્રમુખો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નિરીક્ષકોએ લોકસભા સાંસદ અને રાજ્યસભા સાંસદ સાથે પણ શહેર સંગઠનને લઈ ચર્ચા કરી હતી.

