મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ રાધનપુરની શાળામાં વિદ્યાર્થીને ઈજાના મામલે નવો વળાંક, CCTV ફૂટેજે વાલીના આક્ષેપોની ખોલી પોલ

રાધનપુરની એક શાળામાં વિદ્યાર્થીને હાથમાં લોખંડનો સળિયો વાગવાની ઘટનાએ જોર

રાધનપુરની એક શાળામાં વિદ્યાર્થીને હાથમાં લોખંડનો સળિયો વાગવાની ઘટનાએ જોર પકડ્યું હતું. આ મામલે વિદ્યાર્થીના પિતાએ શાળા પ્રશાસન પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, હવે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે બાદ શાળા સત્તાવાળાઓએ વાલીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

થોડા સમય અગાઉ રાધનપુરની આ શાળામાં એક વિદ્યાર્થીને આંગળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના પિતાનો આક્ષેપ હતો કે તેમના પુત્રને ઈજા થયા બાદ બે કલાક સુધી કોઈ સારવાર આપવામાં આવી ન હતી અને શાળા દ્વારા 108 ને પણ જાણ કરવામાં આવી ન હતી. આ આક્ષેપોને કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

CCTV ફૂટેજમાં શું આવ્યું સામે?

શાળા દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં ઘટનાનું સત્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે: ફૂટેજ મુજબ, ઈજાગ્રસ્ત બાળક બપોરે 1:30 વાગ્યા સુધી તેના ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી રહ્યો હતો.  ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાળક 1:20 PM વાગ્યાની આસપાસ જ વર્ગખંડની બહાર નીકળ્યો હતો.

કેવી રીતે થઈ ઈજા:

સ્કૂલ કમ્પાઉન્ડમાં રમત-ગમત દરમિયાન બાળક એક વૃક્ષની ફરતે લાગેલી લોખંડી જાળી પકડીને ઉભો હતો. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીએ તેનો હાથ ખેંચતા, બાળકની આંગળી જાળીમાં ભરાઈ ગઈ હતી અને તેને ઈજા પહોંચી હતી.

શાળા સત્તાવાળાઓનો પક્ષ

શાળા પ્રશાસને જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ સાબિત કરે છે કે બાળકની સારવારમાં વિલંબ થયો હોવાના આક્ષેપો ખોટા છે, કારણ કે ઈજા થવાના થોડા સમય પહેલા જ તે ક્લાસમાં હતો. શાળાએ વધુમાં ઉમેર્યું કે આ એક અકસ્માત હતો અને તેમાં શાળાની કોઈ બેદરકારી નથી.

આ સમાચાર શેર કરો