Video/ દ્વારકાધીશના શિખર પર લહેરાયો ત્રિરંગો, જગતમંદિરમાં દેશભક્તિ અને ધર્મભક્તિનો અદભૂત સંગમ
આજે સમગ્ર દેશ જ્યારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડૂબેલો છે,


આજે સમગ્ર દેશ જ્યારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આસ્થા અને રાષ્ટ્રપ્રેમનો એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો. દ્વારકાધીશના જગતમંદિરમાં આજે રાષ્ટ્રીય પર્વના માનમાં ભક્તો અને વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા દ્રશ્યો સર્જાયા હતા.
ત્રિરંગી ધ્વજાથી શોભી ઉઠ્યું મંદિરનું શિખર
દ્વારકા જગતમંદિરની પરંપરા મુજબ શિખર પર દરરોજ નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે, પરંતુ આજના ૨૬ જાન્યુઆરીના પવિત્ર દિવસે એક ભક્ત દ્વારા ભગવાન દ્વારકાધીશના શિખર પર ત્રિરંગા કલરની વિશેષ ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. જ્યારે મંદિરના ગગનચુંબી શિખર પર કેસરી, સફેદ અને લીલા રંગની આ ધ્વજા લહેરાઈ, ત્યારે સમગ્ર દ્વારકા નગરી 'જય દ્વારકાધીશ' અને 'ભારત માતા કી જય'ના નાદથી ગુંજી ઉઠી હતી.
ભક્તોમાં ભારે ઉત્સાહ
જગતમંદિરમાં દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થયા હતા. મંદિરમાં આજે દેશભક્તિની લહેર જોવા મળી હતી.







