મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Godhara માં લાખોના ખર્ચે બનેલો શહેરા ભાગોળ રોડ બે જ વર્ષમાં ખખડધજ, પાલિકાના કોન્ટ્રાક્ટર સામે ઉઠ્યા સવાલો

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં રસ્તાની અત્યંત બિસ્માર હાલતન

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં રસ્તાની અત્યંત બિસ્માર હાલતને કારણે શહેરીજનો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ માર્ગ માત્ર બે જ વર્ષમાં જર્જરિત થઈ જતા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

નવીનીકરણના બે વર્ષમાં જ રસ્તો ખખડધજ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શહેરા ભાગોળ રોડનું નવીનીકરણ અંદાજે બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. પ્રજાના ટેક્સના લાખો રૂપિયા ખર્ચીને બનેલો આ નવીન રોડ આટલા ટૂંકા ગાળામાં જ ખખડધજ બની જતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિકો અને વેપારીઓમાં ઉગ્ર રોષ

રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ મુદ્દે વેપારી અનિલ આલમચંદાણી, રાજેશ સોની, હિતેશ વીસવાણી અને સ્થાનિક રહીશ સપનાબેન બામણીયા સહિતના લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી.

કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

સ્થાનિકોની માંગ છે કે પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.

આ સમાચાર શેર કરો