મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દ્વારકામાં રેકોર્ડબ્રેક ભીડ, હંગામી ગેટ તૂટી પાડવા બાબતે વહીવટદારની સ્પષ્ટતા

દિવાળીના તહેવાર અને વેકેશન નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ઘો

દિવાળીના તહેવાર અને વેકેશન નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યુ છે. ધન તેરસથી શરૂ થયેલા આ સાત દિવસના સમયગાળામાં 4.65  લાખથી વધુ કૃષ્ણ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ભક્તોની આ જંગી ભીડને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

મોક્ષ દ્વાર પાસેના ગેટ અંગે વહીવટકર્તાની સ્પષ્ટતા

આ દરમિયાન, આજે દ્વારકાધીશ મંદિરના મોક્ષ દ્વાર પાસેનો એક હંગામી ગેટ તૂટી પડ્યાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પગલે અનેક અફવાઓ ફેલાઈ હતી. આ અંગે સ્પષ્ટતા કરતા દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે બાંધવામાં આવેલ રેલિંગ હલી જતાં, મંદિર પ્રશાસન દ્વારા સમારકામ માટે તે રેલિંગ ખોલવામાં આવ્યું હતું. તે જ સમયે કોઈ દ્વારા આ દ્રશ્યનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યું છે. વહીવટદારે મીડિયા મારફતે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો