મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dwarka: BAMS ડૉક્ટરની 'બેદરકારી'થી 16 વર્ષીય સગીરનું મોત, પરિવારજનોનો ગંભીર આરોપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તબીબી બેદરકારીનો એક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં 16 વર્ષીય અજય કનારા નામના સગીરનું મોત થતા ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ બે BAMS (બેચલર ઑફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી) ડૉક્ટર— ડૉ. રાહુલ ચુડાસમા અને ડૉ. નિશિત મોદી — વિરુદ્ધ તબીબી બેદરકારી અને બિનઅધિકૃત સારવાર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

ભાણવડના રહેવાસી 16  વર્ષીય અજય કનારાને ઝાડા-ઉલ્ટી થવાથી પરિવારજનો તેને ડૉ. રાહુલ ચુડાસમાની પરમ હોસ્પિટલમાં લઈ ગયા હતા.   ડૉ. ચુડાસમાએ અજયને બાટલા ચડાવ્યા અને ઇન્જેક્શન આપ્યું. થોડા કલાકોમાં જ રિએક્શન આવતા તેને ફરી આ જ હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડૉક્ટરે દવાઓ બદલી આપી.

જોકે, અજયની તબિયત વધુ ખરાબ થતાં પરિવારજનો તેને ડૉ. નિશિત મોદી પાસે લઈ ગયા. ડૉ. મોદીએ પણ અનેક ઇન્જેક્શનો અને બાટલા આપ્યા અને બીજે દિવસે આવવા જણાવ્યું.  બીજા દિવસે સવારે જ્યારે અજયને ફરી ડૉ. મોદી પાસે લઈ જવાયો, ત્યારે ડૉક્ટરે હાથ ઊંચા કરીને જામનગર લઈ જવાની સલાહ આપી. પરંતુ, રસ્તામાં જ સગીર અજય કનારાનું કરૂણ મોત થયું હતું. મૃતકના પરિવારજન હમીરભાઈ કનારાએ આ સમગ્ર ઘટના માટે બંને ડૉક્ટરની બેદરકારીને જવાબદાર ગણાવ્યા છે. અને તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો