મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગમાં વિન્ટર ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લોકોએ માણ્યો, 25થી31 ડિસેમ્બર સુધી ચાલશે આ કાર્યક્રમ

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિન્ટર ફેસ્ટિવલ-૨

તસવીર: gstv

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫નો રંગેચંગે પ્રારંભ થયો છે.  ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારા આ ઉત્સવનું ઉદ્ઘાટન ધારાસભ્ય વિજય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલને લોકોએ અત્યારથી જ માણવાનો પ્રારંભ કર્યો છે.

સંગીતની સુરાવલીઓ રેલાવી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા

ઉત્સવની પ્રથમ સાંજે 'ઇન્ડિયન આઇડલ' ફેમ પવનદીપ રાજન અને ચેતના ભારદ્વાજે સંગીતની સુરાવલીઓ રેલાવી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે હજારો સહેલાણીઓએ પ્રકૃતિ, એડવેન્ચર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો..

આ પ્રસંગે યોજાયેલો ભવ્ય ડ્રોન શો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો