Video: Morbi માં પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, સ્નેહમિલનમાં 10% અનામત અને સામાજિક કુરીતિઓ પર લડી લેવાની હાકલ
મોરબીના પંચાસર રોડ ખાતે પાટીદાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હજા
મોરબીના પંચાસર રોડ ખાતે પાટીદાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં અનામતનો મુદ્દો ફરી એકવાર ગુંજ્યો હતો અને યુવાનોમાં ફેલાઈ રહેલી સામાજિક કુરીતિઓ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 % અનામતની માંગ
પાટીદાર અગ્રણી મનોજ પનારાએ આ કાર્યક્રમમાં મહત્ત્વની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા અનામત મળવી જોઈએ. તેમણે વ્યાજે નાણાં આપીને લોકોને ફસાવતા લુખ્ખાઓ સામે પણ લડી લેવાની જરૂર છે તેવી હાકલ કરી હતી.
યુવાનોમાં ગેમિંગ અને સટ્ટાથી ચિંતા
અન્ય પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાએ પાટીદાર સમાજના યુવાનોમાં ફેલાઈ રહેલી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, યુવાનોમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું પ્રમાણ વધી રહ્યું છે, જે સમાજ માટે જોખમી છે.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ કથીરીયા અને મનોજ પનારા સહિત મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. આ આયોજન પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.







