મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Panchamahal માં 'AAP' અને કોંગ્રેસને મોટો ફટકો, 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે, જ્યાં મોરવા હડફ વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્ર

પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે, જ્યાં મોરવા હડફ વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 'આપ' અને કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત 200થી વધુ કાર્યકર્તાઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે.

ગોધરા ખાતે આવેલા ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ' ખાતે આ ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરવા હડફ વિધાનસભા બેઠકના ગોલ્લાવ વિસ્તારના આ કાર્યકરો અને નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

સરપંચ સહિતના નેતાઓનું જોડાણ

ભાજપમાં જોડાનાર કાર્યકર્તાઓમાં મોરવા હડફના મેરપ ગામના સરપંચ પણ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે ભાજપ દ્વારા આ તમામ કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપના અગ્રણીઓની હાજરી

આ તમામ કાર્યકર્તાઓને પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને પક્ષ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો