મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal news: કળિયુગી પુત્રએ નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ પિતાને કુહાડીના ઘા ઝિંકતા મોત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામે પુત્રએ કુહાડીના ઘા ઝિંકી પિત

Panchmahal news: કળિયુગી પુત્રએ નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ પિતાને કુહાડીના ઘા ઝિંકતા મોત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામે પુત્રએ કુહાડીના ઘા ઝિંકી પિતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પુત્ર સામે શહેરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પિતા ગાળો બોલતા હોવાથી સામાન્ય બાબત હત્યામાં પરિણમી

પ્રાપ્ત માહિતી મુજબ શહેરા તાલુકાના વાંટાવછોડા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં પુત્રએ કુહાડીના ઘા ઝિંકી પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. પિતા પ્રતાપભાઈ ગાળો બોલતા હોવાથી પુત્ર અરુણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ કુહાડી વડે પિતા પર હુમલો કરી તેમને પતાવી દીધા હતા. ઘટના બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે શહેરા મોકલી છે. મૃતક પોતાના ભાઈ-ભાભી અને પુત્રને ખેતી તથા જમીન બાબતે ગાળો બોલતા હોવાથી સામાન્ય બાબત હત્યામાં પરિણમી હતી. સમગ્ર મામલે પુત્ર સામે શહેરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો