મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot : 'ભાજપ છોડી દઇશું.. ',ચુવાળીયા કોળી સમાજની ભરતસિંહ સોલંકી સાથેની ગુપ્ત બેઠકનો Video આવ્યો સામે 

રાજકોટમાં આજે ચુવાળીયા કોળી સમાજની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટમાં આજે ચુવાળીયા કોળી સમાજની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક પર સૌની નજર ટકેલી છે, કારણ કે આ સમાજ મોટાભાગે ભાજપ સાથે સંકલન ધરાવે છે. આ ખાનગી બેઠક રાજકોટમાં બેડી ચોકડી નજીક મળવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. કોળી સમાજ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જો આગામી નવા મંત્રીમંડળની રચનામાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળે અને તેમને અન્યાય થશે, તો સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડીને પક્ષ છોડવા સુધીની તૈયારી દર્શાવવામાં આવી છે.

ભરતસિંહ સોલંકીની ગુપ્ત બેઠક અને વિવાદાસ્પદ નિવેદનો

આજની બેઠક પૂર્વે જ બે દિવસ અગાઉ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પણ આ જ સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ મિટિંગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભરતસિંહ સોલંકીએ કેટલાક વિવાદાસ્પદ અને તીખા નિવેદનો કર્યા હતા.

વીડિયોમાં ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે કે:"દલિત, આદિવાસી સહિતના સમાજને માંગ્યા વિના મળે છે કારણ કે ડો. આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરેલી છે. બંધારણમાં જોગવાઈ કરી એટલે ગાંધી, નહેરુ, બ્રાહ્મણ, વાણીયાએ આપ્યું. આ લડાઈ વિચારધારાની છે. આપણો ભુવો હશે તો જ આપણા ડાકલા વાગશે." (તેમનો ઈશારો સમાજના પ્રતિનિધિત્વ અને સત્તા પર હોવા તરફ હતો.)

ભરતસિંહ સોલંકીની આ બેઠક અને તેમના નિવેદનો બાદ તરત જ કોળી સમાજની આજની બેઠકનું આયોજન થયું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. ભાજપને મંત્રીમંડળના મુદ્દે ખુલ્લી ચીમકી આપતા, રાજકોટની આ બેઠક ગુજરાતના રાજકારણ માટે મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો