મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભુવાના ધતિંગનો વીડિયો વાયરલ, વળગાડ દૂર કરવાના નામે યુવતીઓને બોલે છે અપશબ્દો 

વર્તમાન સમય AI એટલે , આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અત્યાધુનિક યુગ ચાલી રહ્યો છે. ત્યારે

ભુવાના ધતિંગનો વીડિયો વાયરલ, વળગાડ દૂર કરવાના નામે યુવતીઓને બોલે છે અપશબ્દો 

વર્તમાન સમય AI એટલે , આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અત્યાધુનિક યુગ ચાલી રહ્યો છે. ત્યારે પણ લોકો જંતર-મંતરમાં ફસાયા હોય તેવા વીડિયો વાયરલ થયા છે. સુરતમાં યુવતીઓના શરીરમાં વળગાડ હોય તેને દૂર કરવા માટે કથિત ભુવા દ્વારા અપશબ્દો કહેવાની સાથે સાથે માર મરાતો હોવાનું પણ સામે આવ્યું છે. વાયરલ વીડિયોના આધારે લોકો કથિત ભુવા સામે કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.

કથિત ભુવો અગાઉ દુષ્કર્મના કેસમાં ઝડપાયેલો

વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા કથિત ભુવાનુ નામ ઇમરાન ઉર્ફે જોલિયો છે. ઇમરાન આ અગાઉ પણ મહિલા પર દુષ્કર્મનામાં કેસમાં પકડાઇ ચૂક્યો છે. આ વીડિયો જોઇને પોલીસ આ નરાધમન દબોચે તે પહેલા જ આ ભુવો ઘરે તાળુ મારીને ફરાર થઇ ગયો છે. હાલ પોલીસ દ્વારા ભુવાની શોધખોળ કરવામાં આવી રહી છે.

અપશબ્દોનો મારો ચલાવ્યો

અમરોલી આવાસમાં રહેતા ભુવો ઇમરાન ઉર્ફે જોલિયોના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો એચ ટુ આવાસનો હોવાનો સામે આવ્યુ છે. આ મામલે પોલીસનુ કહેવુ છે કે, હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા આવી નથી. જોકે, પોલીસે હાલ ભુવાની તપાસ હાથ ધરી છે.આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, ભુવો મહિલાઓને અભદ્ર શબ્દો બોલીને કેટલીક યુવતીઓને માર પણ મારી રહ્યો છે.

આ સમાચાર શેર કરો