Video/ Surendranagar મનપા આકરા પાણીએ: પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા હવે મિલકત સીલ કરવાનો આદેશ
પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર બનાવવાની ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકા (SMC)એ પ્રતિબંધિત પ્લાસ્
પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર બનાવવાની ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકા (SMC)એ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે આકરા પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. હવે જો કોઈ સ્થળેથી સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલું પ્લાસ્ટિક ઝડપાશે, તો તે મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
પ્રતિબંધ છતાં વ્યાપક ઉપયોગ, 2 હજાર કિલો પ્લાસ્ટિક જપ્ત
એક તરફ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં હજુ પણ આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. SMC દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન અત્યાર સુધીમાં 2 હજાર કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શહેરના વેપારીઓ, શાકભાજીની લારી ધારકો અને બજારમાં આ બેન મુકાયેલા પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ મોટાપાયે થઈ રહ્યો છે.
8 ટીમો મેદાનમાં, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફોકસ
પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચેકિંગ માટે 8 જેટલી ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમો ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર નજર રાખી રહી છે અને હવે આ વપરાશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






