મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષપલટો, કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આપમાં જોડાશે

સુરેન્દ્રનગરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ

સુરેન્દ્રનગરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ અને ભાજપમાંથી રાજીનામું આપનારા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, જેના કારણે બંને મુખ્ય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. આજે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ અને કૉંગ્રેસના કેટલાક મહત્ત્વના આગેવાનો આજે સત્તાવાર રીતે 'આપ'નો ખેસ ધારણ કરશે.

કૉંગ્રેસ મહિલા શહેર મહામંત્રી નેન્સી શાહ, વોર્ડ પ્રમુખ કૃણાલ શાહ, ભાજપ કાર્યકર ભાવિન મોર્ય સહિતના આગેવાનો  આપમાં જોડાશે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટાની આ ઘટનાને રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આપના નેતાઓએ નિવેદન આપ્યું છે કે, હજુ પણ કૉંગ્રેસ અને ભાજપના અનેક કાર્યકરો તેમના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ વધુ કાર્યકરો પક્ષમાં જોડાશે.

આ સમાચાર શેર કરો