મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પશુપાલકોના રોષને કારણે સાબર ડેરીમાં દૂધની આવકમાં ઘટાડો, પોલીસ સુરક્ષા હેઠળ બનાસ ડેરીના 10 ટેન્કરો પહોંચ્યા

ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના પશુHEલકોનું આંદોલોન ધીમે ધીમે આગળ વધી રહ્યું

ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના પશુHEલકોનું આંદોલોન ધીમે ધીમે આગળ  વધી રહ્યું છે. તો બીજી તરફ પશુપાલકોના ઉગ્ર રોષને કારણે સાબર ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ભાવફેર ઘટાડવા સામેનો ઉગ્ર વિરોધ છે. પશુપાલકોના આંદોલનને કારણે દૂધ મંડળીઓ બંધ રહી,

દૈનિક 26 લાખ લીટરની સરખામણીએ માત્ર 11 લાખ લીટર દૂધની આવ

દૂધ મંડળીઓ બંધ રહેવાના પરિણામે દૈનિક 26 લાખ લીટરની સરખામણીએ માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ. આ ઘટાડાને પહોંચી વળવા સાબર ડેરીએ બનાસ ડેરીમાંથી 10 જેટલા દૂધના ટેન્કરો મંગાવ્યા, જેને પોલીસ સુરક્ષા હેઠળ વિજાપુર-હિંમતનગર રોડ પરથી લાવવામાં આવ્યા.

પોલીસ સુરક્ષા હેઠળ વિજાપુર-હિંમતનગર રોડ પરથી લાવવામાં આવ્યા

પશુપાલકોએ ભાવફેરમાં 10-17 ટકાના ઘટાડાને કારણે રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તાઓ પર દૂધ ઢોળીને, નનામી કાઢીને અને હાઈવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. આ વિરોધ દરમિયાન કેટલાક પશુપાલકોએ ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર ઢોળ્યું, જેના વિડીયો વાયરલ થયા. પોલીસ સાથેના ઘર્ષણમાં એક પશુપાલકનું મોત થયું, જેનાથી આક્રોશ વધ્યો

આ સમાચાર શેર કરો