મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં સિટીલાઈટની સિદ્ધાર્થ રેસીડેન્સીના ફ્લેટમાં ભીષણ આગ, ફ્રીજમાં શોર્ટ સર્કિટથી ઘરવખરી બળીને ખાખ

VIDEO: સુરત શહેના પોશ

તસવીર: GSTV

VIDEO:  સુરત શહેના પોશ ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ રેસીડેન્સીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક લાગેલી આગને પગલે રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ 
પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ રેસીડેન્સીના ચોથા માળે આવેલા ફ્લેટમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ફ્લેટમાં રહેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે, જ્યારે આગ લાગી ત્યારે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે 
ઘટનાની જાણ થતા જ મજુરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની આ સતર્કતાને કારણે આગ અન્ય ફ્લેટમાં ફેલાતી અટકી હતી અને એક મોટી હોનારત ટળી હતી.

સ્થાનિકોમાં ભયનો માહોલ

વિસ્તારના એપાર્ટમેન્ટમાં લાગેલી આ આગના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આગના ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો પણ થંભી ગયા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો