Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Investors are in awe: Silver becomes 'superstar' after leaving gold behind, this is the reason behind the journey from 2 lakh to 3 lakh in a month

રોકાણકારો માલામાલ: સોનાને પાછળ છોડી ચાંદી બની 'સુપરસ્ટાર', એક મહિનામાં 2 લાખથી 3 લાખ સુધીની સફર પાછળ આ રહ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
રોકાણકારો માલામાલ: સોનાને પાછળ છોડી ચાંદી બની 'સુપરસ્ટાર', એક મહિનામાં 2 લાખથી 3 લાખ સુધીની સફર પાછળ આ રહ્યું કારણ
સોર્સ : GSTV

Silver price today: કિંમતી ધાતુઓના બજારમાં ચાંદીએ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા એક વર્ષમાં ચાંદીનો ભાવ 1 લાખથી વધીને 2 લાખ અને હવે સીધો 3 લાખ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે 19 જાન્યુઆરી-2026ના રોજ ચાંદીનો ભાવ પ્રથમ વખત 3,04,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળ્યો હતો.

App Store

માત્ર 30 દિવસમાં 1 લાખની તેજી
ચાંદીની કિંમતોમાં આવેલી તેજી એટલી ઝડપી છે કે, રોકાણકારો પણ સ્તબ્ધ છે. બરાબર એક મહિના પહેલા એટલે કે 19 ડિસેમ્બર-2025ના રોજ ચાંદીનો ભાવ 2,03,500 રૂપિયા હતો. આમ, માત્ર 30 દિવસમાં જ ચાંદી 1,00,000 રૂપિયા મોંઘી થઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં જે રોકાણકારોએ ચાંદીમાં નાણાં રોક્યા હતા, તેમને બમ્પર વળતર મળ્યું છે. 
  
કેમ વધી રહ્યા છે ભાવ? ચીન કનેક્શન
નિષ્ણાતોના મતે આ તેજી પાછળ ચીન એક મોટું કારણ છે. ચીનમાં ચાંદી આંતરરાષ્ટ્રીય બજાર કરતા પણ ઊંચા ભાવે (પ્રીમિયમ પર) વેચાઈ રહી છે, તેથી કહી શકાય કે, ત્યાં સપ્લાય કરતા માંગ વધુ છે. ચીન વિશ્વમાં સોલર પેનલનો સૌથી મોટો ઉત્પાદક છે અને દરેક સોલર પેનલમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વધતી માંગને કારણે પણ ભાવ આસમાને પહોંચ્યા છે.

રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ
સોના કરતાં પણ વધુ સારું વળતર આપનારી ચાંદીમાં અત્યારે રોકાણ કરવું કેટલું યોગ્ય? આ પ્રશ્ન પર નિષ્ણાતો માને છે કે ટૂંકા ગાળા માટે અત્યારે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે થોડા-થોડા અંતરે રોકાણ કરવું હિતાવહ છે. હાલમાં ફિઝિકલ ચાંદી કરતાં ડિજિટલ ચાંદી અને ચાંદીના ETFમાં રોકાણકારોનો રસ વધુ જોવા મળી રહ્યો છે.