Video/ Ahmedabadના રામદેવ નગરમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ, પાણીના ફુવારા ઉડ્યા
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રામદેવ નગર પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રામદેવ નગર પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની વિગત: પાણીના ફુવારા ઉડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, રામદેવ નગર વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન (વરસાદી પાણીની લાઇન) ના સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક નજીકમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન હાઈ-પ્રેશર ધરાવતી હોવાથી ભંગાણ થતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા, જે દ્રશ્યો જોઈને સ્થાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હજારો લીટર પાણીનો વેડફાટ અને જળબંબાકાર
ભંગાણ એટલું મોટું હતું કે જોતજોતામાં હજારો લીટર પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. સમગ્ર રામદેવ નગર એરિયા 'પાણી પાણી' થઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. એક તરફ જ્યારે ઉનાળાની શરૂઆત પહેલા પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે તંત્રની બેદરકારી કે અકસ્માતને કારણે આટલા મોટા પ્રમાણમાં શુદ્ધ પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.








