મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: દેરાસરના ગર્ભગૃહમાં ફોટોગ્રાફી મુદ્દે જૈન સમાજનો ઉગ્ર વિરોધ, આણંદજી કલ્યાણજી પેઢી સામે ઠાલવ્યો રોષ

જૈન નગરી પાલીતાણામાં આદિશ્વર દાદા દેરાસરના ગર્ભગૃહમાં દાદાના ઢીંચણ પર ચઢી કોઈ વિ

Ahmedabad news: દેરાસરના ગર્ભગૃહમાં ફોટોગ્રાફી મુદ્દે જૈન સમાજનો ઉગ્ર વિરોધ, આણંદજી કલ્યાણજી પેઢી સામે ઠાલવ્યો રોષ

જૈન નગરી પાલીતાણામાં આદિશ્વર દાદા દેરાસરના ગર્ભગૃહમાં દાદાના ઢીંચણ પર ચઢી કોઈ વિધર્મીએ ફોટોગ્રાફી કરી હોવાની વાતને લઈ જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૈન સંઘોના શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામે વિરોધ ભભૂક્યો છે. પાલીતાણા ઉપરાંત અમદાવાદમાં પાલડી વિસ્તારમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામે જૈન સમાજે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ વીડિયો ડોક્યુમેન્ટ્રી માટે વિધર્મીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આરોપ છે. દાદા આદિનાથની વીડિયો-ફોટો ડોક્યુમેન્ટ્રી માટે 45 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ફાળવાયોની ચર્ચા જાગી છે. સમગ્ર મામલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી વિરુદ્ધ જૈન સંઘો રોષ ઠાલવી રહ્યા છે. તો વાયરલ વીડિયો મામલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ એવી સ્પષ્ટતા કરી કે બ્રાહ્મણ જ્ઞાતિના ફોટોગ્રાફરે પૂજાના વસ્ત્રોમાં પેઢીની મંજૂરીથી ફોટોગ્રાફ કરી હતી. ફોટોગ્રાફી સમયના CCTV ફૂટેજના પુરાવા પણ પેઢી પાસે છે. 

આ સમાચાર શેર કરો