મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'મહાત્મા ગાંધી પણ દારૂ પિતા થઈ ગયાં હતાં', BJP MLAનું વિવાદાસ્પદ નિવેદન

Morbi: હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા (MLA Prakash Varmora)ફરી એક

Morbi: હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા (MLA Prakash Varmora)ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક લાઈવ(facebook live) દરમિયાન દારૂના મામલે સ્પષ્ટતા કરતી વખતે મહાત્મા ગાંધી(mahatma Gandhi) વિશે બફાટ કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ થવાની શક્યતા છે.

વિવાદિત નિવેદનની વિગતો

ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાની પાર્ટી કે સંગઠનમાં ચારિત્રહીન માણસોના આગમન અંગે ફેસબુક લાઈવ કર્યું હતું, જેમાં તેમણે દારૂ બાબતે સ્પષ્ટતા કરી. લાઈવ દરમિયાન ધારાસભ્યે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, "મહાત્મા ગાંધી પણ દારૂ પિતા થઈ ગયાં હતાં". 

ધારાસભ્યએ આ નિવેદન પોતાના ફેસબુક પેઈઝ પર લાઈવ કરીને આપ્યું હતું.

રાજકીય વિવાદની શક્યતા

ધારાસભ્ય દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ લઈને દારૂ બાબતે કરવામાં આવેલો આ ઉલ્લેખ અત્યંત સંવેદનશીલ અને વિવાદિત ગણાઈ રહ્યો છે. તેમના આ નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં વિવાદ વધુ વકરવાની શક્યતા છે. પક્ષ તેમજ વિપક્ષ તરફથી આ મામલે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી શકે છે.

આ સમાચાર શેર કરો