VIdeo/ Morbiમાં ઠંડીમાં કાચ વિનાની સ્કૂલ બસમાં બાળકોની સવારી, સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી આવી સામે
મોરબી-હળવદ રોડ પરથી એક અત્યંત બેદરકારીભર્યો અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈ
મોરબી-હળવદ રોડ પરથી એક અત્યંત બેદરકારીભર્યો અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને વાલીઓ અને જાગૃત નાગરિકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, વીડિયોમાં એક સ્કૂલ બસ રસ્તા પર દોડતી જોવા મળી રહી છે, પરંતુ તેની સૌથી ગંભીર બાબત એ છે કે બસના પાછળના ભાગે કાચ ગાયબ છે.
કઈ સ્કૂલની બસ?
આ વીડિયો મોરબીની હળવદ મહર્ષિ ગુરુકુલ નામની સ્કૂલની બસનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજ્યભરમાં ઠંડીનો માહોલ છે, ત્યારે પાછળનો કાચ ન હોવાથી ઠંડી હવા સીધી જ બસમાં બેઠેલા નિર્દોષ બાળકોને લાગી શકે છે. પરંતુ આનાથી પણ વધુ મોટો ભય એ છે કે, જો ડ્રાઈવર દ્વારા અચાનક બ્રેક મારવામાં આવે તો પાછળના ભાગમાં બેઠેલા બાળકો નીચે રોડ પર પડી જાય તેવો ગંભીર ખતરો ઊભો થયો છે.
સ્પષ્ટ બેદરકારી
વીડિયોમાં સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બાળકોના જીવ સાથે ચેડાં કરતી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માગ ઊઠી છે. સલામતીના તમામ નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવતી આવી બસો સામે શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ શું પગલાં લે છે, તે જોવું રહ્યું.







