મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અલથાણની હોટલમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ, ઉદ્યોગપતિના પુત્રની ધરપકડ બાદ રહસ્યમય મુક્તિ!

સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અલથાણ પોલીસ સ્ટે

સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત હોટલમાં ચાલતી ભવ્ય દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દારૂ પાર્ટી અલથાણ સ્થિત કે.એસ. અવતરણ હોટલમાં ચાલી રહી હતી. આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની હતી. નોંધનીય છે કે સમીર શાહનું નામ પોલીસ સાથે સંકળાયેલા કામો અને લાઇસન્સિંગનું કામકાજ કરતા હોવાના કારણે જાણીતું છે.

બિઝનેસમેન સહિત અનેક હસ્તીઓ સામેલ

પોલીસે જ્યારે દરોડો પાડ્યો, ત્યારે આ પાર્ટીમાં સુરતના મોટા-મોટા બિઝનેસથી સંકળાયેલા અનેક લોકો સામેલ હતા. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

સૌથી મોટો હાઇવોલ્ટેજ ડ્રામા ત્યારે થયો, જ્યારે પોલીસ પાર્ટીને પકડવા પહોંચી. સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી અને મગજમારી કરી હતી. પરિણામે, અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સમીર શાહના પુત્રની ધરપકડ પણ કરવામાં આવી હતી.

જોકે, થોડા સમય બાદ કયા કારણોસર તેને છોડી મૂકવામાં આવ્યો તે અંગેનું રહસ્ય હજુ સુધી સામે આવ્યું નથી, જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

દારૂ ભરેલી એક બલેનો કાર જપ્ત 

પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને દારૂ ભરેલી એક બલેનો કાર તેમજ હોટલમાંના મહત્વના પુરાવા સમાન ડીવીઆર (DVR) જપ્ત કર્યા છે. સાથે જ, પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો