મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતા કાર્યાલય બહાર ઢોલ-નગારા સાથે ભવ્ય ઉજવણી

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં યુ

Surat: હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતા કાર્યાલય બહાર ઢોલ-નગારા સાથે ભવ્ય ઉજવણી

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં યુવા નેતા અને ધારાસભ્ય હર્ષ સંઘવીને સ્થાન મળતાં સુરતમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

હર્ષ સંઘવીના મંત્રી બનવાના સમાચાર મળતાની સાથે જ સુરતમાં આવેલા તેમના કાર્યાલય બહાર ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઢોલ-નગારાના તાલે નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ઉજવણીના માહોલને વધુ ઉત્સાહપૂર્ણ બનાવવા માટે, હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ટેમ્પો ભરીને ફટાકડા લાવવામાં આવ્યા હતા અને જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર 'જય શ્રી રામ' અને 'ભાજપ ઝિંદાબાદ'ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.

કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળવું એ સુરત અને ગુજરાતના યુવાનો માટે ગૌરવની વાત છે. આ ઉજવણી તેમના નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસ અને સ્નેહને દર્શાવે છે.

આ સમાચાર શેર કરો