મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં નવરાત્રીના છેલ્લા નોરતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન!

સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ

સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડમસ રોડ ખાતે આવેલા કેસરિયા ગરબા નવરાત્રી 3.0ના આયોજનમાં ઉપસ્થિતિ આપી હતી. જેમાં તેમણે ખૈલેયાઓની વચ્ચે આખી રાત ગરબા અને હોટેલ ચાલુ રાખવા નિર્ણય પર મોટું નિવેદન આપ્યું હતું. 

હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

નવરાત્રિના છેલા નોરતે હર્ષ સંઘવીએ લોકોને પૂછ્યું મોડી રાત્રિ સુધી સુરતમાં ગરબા રમાયા કે નહીં..? પછી કહ્યું કે, આ વખતે વટથી તમામ લોકો ગરબા રમ્યા અને મોડી રાત્રે પણ જમીને ઘરે એટલે કે દરેક હોટલો મોડે સુધી ખુલ્લી રાખવામાં આવી. જે માત્ર પોલીસ જવાનોની મહેનતને કારણે શક્ય બન્યું તેથી તેમણે નવરાત્રી અને હોટેલ ચાલુ રાખવાની વ્યવસ્થા કરનાર ગુજરાત પોલીસનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો. તમામ ખેલૈયા પાસેથી ગુજરાત પોલીસના એક એક જવાન માટે તાળીઓ પાડવી પોલીસને સન્માન કરાવ્યું. 

વિપક્ષે કર્યો હતો વિરોધ

નવરાત્રી પહેલા હર્ષ સંઘવીએ મોડી રાત સુધી રાજ્યમાં નવરાત્રી અને ખાણીપીણી ચાલુ રાખવા કરાયેલી જાહેરાત બાદ વિપક્ષ દ્વારા વિવાદ સર્જાયો હતો. અને ગુજરાતની દીકરીઓની સુરક્ષાને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ આ વખતે નવરાત્રી સારી રીતે ઉજવાઈ હોવાથી આ વિવાદ હવે શાંત થઈ ગયો છે. 

આ સમાચાર શેર કરો