Surat news: એરપોર્ટને નડતરરુપ ઈમારતોને ન તોડવા બદલ કલેક્ટરને સમન્સ
Surat news: સુરત એરપોર્ટને જોખમી એવા અને વધુ ઉંચાઈ ધરાવતી ઈમારતો અંગે સતત ત્ર

Surat news: સુરત એરપોર્ટને જોખમી એવા અને વધુ ઉંચાઈ ધરાવતી ઈમારતો અંગે સતત ત્રણ વર્ષ સુધી કોઈ એક્શન ન લેતા સુરત શહેરના તત્કાલીન તેમજ હાલના કલેકટરને એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાની કમ્પલેનને લીધે ગુજરાત માનવ અધિકાર પંચે કલેકટરને નોટિસ પાઠવી છે અને તેઓને આગામી 15 ઑક્ટોબરે સુનાવણી માટે સમન્સ પાઠવ્યું છે.
મળતી માહિતી અનુસાર, એરપોર્ટ માટે નડતરરુપ ત્રણ વર્ષ સુધી જોખમી અને ગેરકાયદે ઉંચાઈ ધરાવતી ઈમારતોને તોડવા આદેશ ન કરતા આખરે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા આ અંગેની ફરિયાદ ગુજરાત માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી સુરત કલેકટરને આગામી સુનાવણી હાજર થવા સમન્સ અપાયું છે.



