મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હર્ષ સંઘવી બની શકે છે નાયબ મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીનું પ્રમોશન નક્કી!

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના

હર્ષ સંઘવી બની શકે છે નાયબ મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીનું પ્રમોશન નક્કી!

ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. આજે 11:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. ગુજરાતમાં નવા કેબિનેટ વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી પણ મળી શકે છે. હર્ષ સંઘવી ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી બની શકે છે. ગૃહરાજ્યમંત્રી રહેલા હર્ષ સંઘવીને પ્રમોશન મળી શકે છે.

હર્ષ સંઘવી DYCM બનશે

હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની શકે છે. વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. તે બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બની ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી રાખવામાં આવ્યું હતું. હવે ફરી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે ત્યારે આ પદને ભરવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી રહી ચુકેલા હર્ષ સંઘવીને પ્રમોશન સાથે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

હર્ષ સંઘવી સુરતના મજુરા વિધાનસભા બેઠકમાંથી ત્રણ વખતના ધારાસભ્ય છે. હર્ષ સંઘવીની રાજકીય કારકિર્દી યુવા નેતા તરીકે શરૂ થઇ હતી અને તેઓ સમાજસેવા અને યુવા સશક્તિકરણ માટે પણ જાણીતા છે.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મજુરા બેઠકમાંથી રેકોર્ડ માર્જિનથી તે જીત્યા હતા અને 27 વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.તે બાદ 2017 અને 2022ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા.તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

ગુજરાતમાં કેબિનેટનો વિસ્તાર કેમ કરવામાં આવ્યો

ગુજરાતમાં કેબિનેટ વિસ્તાર એક મોટો રાજકીય બદલાવ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી ટીમ સાથે રાજ્ય સરકારને મજબૂત કરવા માંગે છે. 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સરકારમાં નવી ઊર્જા,વિચાર અને નેતૃત્ત્વને સામેલ કરી શકાય.

આ સમાચાર શેર કરો