VIDEO:મકાન ધરાશાયીથતા પ્રસુતા અને બાળક સહીત 4 ઈજાગ્રસ્ત, ઝોળીમાં ઊંચકી 2 કિમી દુર ઉભેલી 108 એમ્બ્યુલન્સમાં બેસાડ્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપલસાદી ગામમાં વિકાસ ઝોલીમાં ભરાયો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપલસાદી ગામમાં વિકાસ ઝોલીમાં ભરાયો છે. રાત્રે અવિરત વરસાદને કારણે એક જૂનું મકાન ધરાશાયી થઈ ગયું, જેમાં તાજેતર પ્રસુતા થયેલી મહિલા અને તેના બાળક સહિત ચાર વ્યક્તિઓને ઈજા થઈ છે. આ ઘટના વિસ્તારના વિકાસની કમીને ઉજાગર કરે છે, જ્યાં મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાય છે.
ઘટના બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ થયું. રામાપ્રસાદીના નિશાળ ફળિયામાં પાકો રસ્તો ન હોવાથી, ઈજાગ્રસ્ત પ્રસુતા અને તેના બાળકને એક કિલોમીટર ઉંચકીને પાકા રસ્તા સુધી લાવવામાં આવ્યા. ત્યાંથી ખાનગી વાહનમાંથી બે કિલોમીટર દૂર ઉભી રહેલી 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને નજીકના ગઢબોરિયાદ દવાખાને પહોંચાડવામાં આવ્યા. ચાર દિવસ પહેલાં જ સગર્ભા મહિલાને ઘરે જ પ્રસુતિ થઈ હતી, અને રાત્રે મકાન પડતાં માતા તથા અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી.
ગ્રામજનો એ ગામના છેવાડે ભેગા થઈને રસ્તા ની માંગ સાથે સૂત્રોચાર કર્યા
આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ના મળતા ગ્રામજનો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે
કાચો રસ્તો હોવાના કારણે ઝોળીમાં નાખીને ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘરમાં એક સગર્ભા મહિલાએ ચાર દિવસ પહેલા એક બાળક ને જન્મ આપ્યો હતો તે મહિલા અને તેના બાળક ને ઇજા થતા ઝોળીમાં નાખીને લઈ જવામાં આવ્યા હતા અને ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ કરવામાં આવ્યા.
આઝાદીના વર્ષો પછી પણ રામાપલસાદી ગામે પાકો રસ્તો નથી જ્યારે 1200 જેટલા લોકો ની વસ્તી ગામમાં છે જ્યારે ગામના કોઈ બીમાર પડે ત્યારે રસ્તાની સુવિધા ના હોવાથી ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી રામાપલસાદીથી બટૂપલસાદી સુધી ઝોળીમાં ઉચકીને બીમાર દર્દીને લાવવું પડે છે.
રામાપલસાદી ગામની એક સગર્ભા બહેન એ ચાર દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો તેના પરિવાર સાથે રાત્રિના સમય ભર નીંદર માં સુતા હતા ત્યારે મકાન ધરાશાય થતા ચાર જણને ઇજા થતા પ્રસૂતિ વાળી મહિલાને પણ ઇજા થતા તેને ઝોળીમાં તેના બાળક સાથે સારવાર માટે બેટરીના સહારે કાચા રસ્તા ઉપર પગપાળા 10 થી 15 લોકો બટૂપલસાદી સુધી લાવ્યા હતા ત્યાર બાદ ખાનગી વાહનમાં બોરખાડ સુધી લાવ્યા હતા જ્યારે આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે અમારા ગામ સુધી પહોંચવા માટે કાચો રસ્તો છે કાદવ કીચડ વાળો રસ્તો છે પગમાં ચપ્પલ પહેરી ને પગપાળા ચલાતું નથી ચપ્પલ પહેર્યા વિના ચાલીએ તો પગમાં કાંટા વાગે છે આવી પરિસ્થિતિ માં પગપાળા ચાલીને મુખ્ય માર્ગ સુધી જવું પડે છે નેતાઓ દર વખતે આવે છે અને વોટ લઈને ગયા બાદ પાછા વળીને જોતા નથી દર વખતે અમે ભાજપને મત આપીએ છે પરંતુ વિકાસની વાતો સરકાર કરે છે પરંતુ અમારા ગામનો રસ્તો કેમ બનાવાતો નથી? આઝાદીના વર્ષો પછી પણ અમે રસ્તાથી વંચિત છે ત્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રસ્તો નહીં બને તો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું






