VIDEO: ઇડરનું રાણી તળાવ ઓવરફ્લો, સ્થાનિક લોકોમાં આનંદની લહેર
સાબરકાંઠા જિલ્લામાં ગતરોજથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઇડરનું રાણી તળાવ
સાબરકાંઠા જિલ્લામાં ગતરોજથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઇડરનું રાણી તળાવ ઓવરફ્લો થયું છે. ઈડર-અંબાજી હાઈવે રોડ પરનું તળાવ પણ ઉભરાતાં સ્થાનિક લોકોમાં આનંદની લહેર ફરી વળી છે. અવિરત વરસાદે ઈડરિયો ગઢના ડુંગરોને વાદળોથી ઘેરી લીધા છે, જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રાણી તળાવ ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતોને ખેતી માટે પુષ્કળ પાણી મળશે, ઉપરાંત કૂવા અને બોરના જળસ્તરમાં પણ વધારો થશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્રએ નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. આ વરસાદે જિલ્લાની નદીઓ અને તળાવોને જીવંત કર્યા છે.




