મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'આરોપીઓ નહીં પકડાય તો વિધાનસભા ગજવીશ', મોરબીમાં યુવાનના મોત મામલે MLA વિમલ ચુડાસમાએ પોલીસને ખખડાવ્યા

લુકાસો સિરામિક કારખાનામાં કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવાન વિ

તસવીર: gstv

લુકાસો સિરામિક કારખાનામાં કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા યુવાન વિક્રમ પાટડીયાના મોતના મામલે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મામલે મોરબી પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને આરોપીઓની સત્વરે ધરપકડ કરવા માંગ કરી છે.

સલામતીના અભાવે યુવાને ગુમાવ્યો જીવ

ઘટનાની વિગત મુજબ, ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ લુકાસો સિરામિકમાં વિક્રમ પાટડીયા નામનો યુવાન સલામતીના સાધનો વગર ૨૫ ફૂટની ઊંચાઈએ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે ૧૪ ફેબ્રુઆરીના રોજ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને ધારાસભ્યનું અલ્ટીમેટમ

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ મથકે પહોંચીને PIને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો પોલીસ આરોપીઓને વહેલી તકે નહીં પકડે તો આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. મૃતકનું પેનલ પીએમ કરવામાં આવે જેથી મોતનું સાચું કારણ બહાર આવે. કારખાનાના જવાબદાર માલિકો અને સુપરવાઈઝરની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

પરિવારની મુલાકાત અને સાંત્વના

વિમલ ચુડાસમાએ મૃતક વિક્રમ પાટડીયાના શોકતુર પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને ખાતરી આપી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે.

આરોપીઓની યાદી

આ કેસમાં મોરબી તાલુકા પોલીસ મથકે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધાયો છે:

  • જયદીપ પટેલ
  • હિરેન પટેલ
  • ગોપાલ
  • જીતેન્દ્ર રંગપરીયા
  • અંબારામ રંગપરીયા

આ સમાચાર શેર કરો