મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ઉત્તરાયણ પૂર્વે HCનો આદેશ: ચાઈનીઝ દોરી અને કાચ પાયેલા દોરા વેચનારાઓની હવે ખેર નથી!

આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત વસ્

તસવીર: gstv

આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને ઉપયોગ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશોને આદેશ આપ્યો છે કે ચાઈનીઝ દોરી, કાચ પાયેલા દોરા (ગ્લાસ કોટેડ) અને ચાઈનીઝ ટુક્કલના વેચાણ પર સખત પ્રતિબંધની અમલવારી કરાવવામાં આવે.

સંગ્રહખોરો સામે પણ થશે કાર્યવાહી

કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે માત્ર પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા જ નહીં, પરંતુ તેનો સંગ્રહ કરનારા શખ્સો સામે પણ કડક કાયદાકીય પગલાં ભરવા જોઈએ. કમિશનરેટ અને કલેક્ટર હેઠળના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા કોર્ટે તાકીદ કરી છે. આ ઉપરાંત, દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓએ આ અંગેનો 'ડે ટુ ડે' રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

સરકારે અદાલતમાં રજૂ કર્યો રિપોર્ટ

સરકાર દ્વારા પાછલા સમયમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, 21 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 59 FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કાચ પાયેલા દોરા, પ્લાસ્ટિક દોરી અને ચાઈનીઝ વસ્તુઓ રાખનાર સામે કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે.

માર્ગદર્શિકા જાહેર કરાઈ

સરકાર તરફથી ઉત્તરાયણ દરમિયાન કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી શકાય અને કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે તે અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકા (Guidelines) પણ જાહેર કરવામાં આવી છે. અરજદારના વકીલ નિમિષ કાપડિયાએ આ બાબતે વધુ વિગતો આપી હતી.

આ સમાચાર શેર કરો