VIDEO: 66 જેટલા ગરબા આયોજકે પરમિશન માંગી, પરંતુ પોલીસે SOP મુજબ એકને પણ મંજુરી ન આપી
નવરાત્રીમાં ગરબા આયોજકે પોલીસની મજૂરી માગી પરતુ SOP મુજબ NOC નહી મળતા પોલીસે હજુ સુધી એક
નવરાત્રીમાં ગરબા આયોજકે પોલીસની મજૂરી માગી પરતુ SOP મુજબ NOC નહી મળતા પોલીસે હજુ સુધી એક પણ આયોજકને મજૂરી આપી નથી. 66 જેટલા ગરબાના આયોજકે મજૂરી માટે પ્રક્રિયા કરી હતી. જેમાં ફાયર સેફ્ટી, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડને લઈ ને SOP મુજબ NOC મળશે.
અમદાવાદમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આયોજકે તમામ તૈયારીઓની આખરી ઓપ આપી રહ્યા છે.ત્યારે શહેરમાં 66 જેટલા ગરબા આયોજકે મોટા ગરબા રમાડવાની પરમિશન માંગી છે. જેને લઈ પોલીસ દ્વારા તૈયાર કરેલ SOP મુજબ એક પણ આયોજકને મંજુરી આપી નથી. જે માર્ગદર્શીકાના તમામ નિયમોના પાલન બાદ મંજુરી મળશે. જેમાં ખાસ કરીને ફાયરની NOC, CCTV, સિક્યુરિટી પોઇન્ટ,ઈલેક્ટ્રીક સર્ટીફિકેટ, PWD ના મંજુરી પત્ર બાદ પોલીસ વિભાગ ગરબા આયોજકને મંજૂરી આપશે. જોકે ગરબા આયોજકો મંજુરી માટે હજી પણ અરજી કરી રહ્યા છે...
નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થાય, જેના માટે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે અને જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે કે રાત્રે 12 વાગ્યા સુધીની ગરબાની મંજુરી આપવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ કરનાર અને નો પાર્કિગમાં વાહન પાર્ક કરનાર વાહન પોલીસ ટોઈંગ કરી લઈ જશે. સાથે જ કોમર્શિયલ ગરબાને લઈ સંચાલકે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફરજીયાત રાખવાનો આદેશ આપ્યો છે..
યુવતીઓ બહાર જાય તો
પોલીસ યુવતીઓને ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરિવારના સભ્યોને આપવી. મોબાઇલમાં જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કોઈ તકલીફ પડે તરત જ 112 નંબર પર પોલીસ કંટ્રોલ ને જાણ કરવી. જોકે નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઈ શહેર પોલીસ સજ્જ છે..








