Ahmedabad news: સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો, હાઇકોર્ટે કર્યા આ સૂચન
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પડઘા રાજ્ય સહિત સમગ્ર દેશમા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પડઘા રાજ્ય સહિત સમગ્ર દેશમાં પડ્યા હતા. શાળાને મળેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે મૃતક વિદ્યાર્થીની યાદમાં શાળા 10% જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ સામાન્ય ફી માં આપે.
શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા
કોર્ટે શાળાને સૂચન કર્યું છે કે દર વર્ષે 1000 જેટલા વિધાર્થીઓના પ્રવેશ નજીવી ફીમાં કરવા. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને કમિશનર ઓફ સ્કૂલ્સ ને પૂરતો સહકાર આપવાનો રહેશે. શાળાને સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે. DEO એ બનાવેલી કમિટીમાં મૃતક વિદ્યાર્થીના વાલી રચનાત્મક અને સુધારાત્મક સૂચનો આપી શકશે. શાળામાં સીસીટીવી અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે. આ ઉપરાંત, શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે. આ કેસની વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરના રોજ થશે.






