મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surat ની ખજોદ ડમ્પિંગ સાઈડ પર આગ યથાવત, ચાર દિવસ બાદ પણ કાબૂ બહાર

સુરતના સુરતના ખજોદ ડમ્પિંગ સાઈડ પર લાગેલી આગ ચાર દિ

સુરતના 

સુરતના ખજોદ ડમ્પિંગ સાઈડ પર લાગેલી આગ ચાર દિવસ બાદ પણ યથાવત રહેતાં ફાયર વિભાગ માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 78થી વધુ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, છતાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી.

માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આગ બુઝાવવા માટે અંદાજે 25 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આગને કાબૂમાં લેવા માટે લગભગ 150 ટન માટી પણ નાખવામાં આવી છે, તેમ છતાં આગ ધીમે ધીમે સળગતી રહેતાં સ્થિતિ ગંભીર બની રહી છે.

આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડો અને દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા છે. આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ રહી છે.

ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

     

આ સમાચાર શેર કરો