Surat news: બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇનડેડ જાહેર, અંગોનું દાન કરવાનો પરિવારજનોનો નિર્ણય
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇનડેડ જાહેર થયા છે. બિલ્ડરે પોતાના ઘરે લાય

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇનડેડ જાહેર થયા છે. બિલ્ડરે પોતાના ઘરે લાયસન્સ વાળી રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તારીખ 1 ફેબ્રુઆરી ના રોજ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યા બાદ મહાવીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટરે તુષાર ઘેલાણીને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે, જે બાદ પરિવારે તુષાર ઘેલાણીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.
તુષાર ઘેલાણીના અંગોનું દાન કરાશે
ડોનેટ લાઈફ સંસ્થા થકી તુષાર ઘેલાણીના અંગોનું દાન કરવામાં આવશે. આગામી પાંચ ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા, પણ તે પહેલા જ તેઓએ આ પગલું ભર્યું હતું. આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ પત્ની સાથે સામાન્ય બાબતે તકરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના પોશ ગણાતા સિટીલાઇટ સ્થિત જાણીતા બિલ્ડરે પોતાના નિવાસસ્થાને હાજર હતા ત્યારે તેણે અચાનક પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ગોળી છૂટવાનો અવાજ સાંભળી પરિવારના સભ્યો તરત જ રૂમમાં દોડી આવ્યા હતા, જ્યાં બિલ્ડર હાલતમાં મળી આવ્યા હતા. વિલંબ કર્યા વગર પરિવારજનો તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી હતી.






