Surat news: પાટીદાર પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિત 5 સામે ગુનો, મહિલાના હરવા-ફરવા પર પણ લદાયો હતો પ્રતિબંધ
સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયાઓના અમ

સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયાઓના અમાનવીય ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસે પતિ સુનિલ વાઘાણી સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે. પરિણીતાને બંધનમાં રાખવા માટે સાસરિયાઓએ ક્રૂરતાની હદ વટાવી નોટરી પણ કરાવી લીધી હતી.
મહિલાએ ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું
સાસરીયાઓના ત્રાસ અને બંધનથી કંટાળીને મહિલાએ ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું. આ કરુણ ઘટના બાદ કેનેડાથી પુત્રએ વતન આવી માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. પિયર પક્ષના આક્ષેપોના આધારે વરાછા પોલીસે પતિ, સાસુ-સસરા, નણંદ અને મિત્ર કમલેશ ધોરાજીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે.
પરણિતાને બંધનમાં રાખવા સાસરિયાઓએ કરાવી નોટરી
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં સાસરિયાઓ પરણિતા પર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. અને પરિણીતાને બંધન રાખવા માટે તેના સાસરિયાઓએ નોટરી પણ કરાવી લીધી હતી.






