Video/ Prantij માં ખેતરના શેઢા મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ, લાકડીઓ વડે મારામારી, CCTV ફૂટેજ વાયરલ
પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામમાં ખેતરની વાડ અને શેઢાના સામાન્
પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામમાં ખેતરની વાડ અને શેઢાના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે પક્ષો વચ્ચે થયેલી આ મારામારીના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
લાકડીઓ વડે હુમલો, એક ઇજાગ્રસ્ત
ખેતરના શેઢા મામલે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી દરમિયાન આરોપીઓએ લાકડીઓ સહિત છૂટા હાથે માર માર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં આરોપીઓનો રોફ અને હુમલો સ્પષ્ટ જોઈ શકાય છે.
ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આ મારામારીની ઘટના બાદ ભોગ બનનાર પક્ષ દ્વારા પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ ઘટનામાં પોતાનો રોફ જમાવનાર આરોપીઓ
-
હેત દિનેશ પટેલ
-
ધર્મિષ્ઠા દિનેશ પટેલ
-
કૈલાશ ચીમન પટેલ
વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.







