મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ શું બિલ્ડરો પાલિકાને ખિસ્સામાં લઈને ફરે છે? રાજલક્ષ્મી બિલ્ડરના વાંકે શિવ રેસિડન્સીના પરિવારો રસ્તા પર આવી ગયા!

સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકીને કરવામા

સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલા બાંધકામની ગંભીર બેદરકારી સામે આવી છે. બિલ્ડરના પાપે બાજુમાં આવેલી શિવ રેસિડન્સીના બે ટાવર પર જોખમ ઊભું થતા તાત્કાલિક ધોરણે ખાલી કરાવવાની નોબત આવી છે. આ સમગ્ર ઘટનામાં પાલિકા અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

નિયમોના ધજાગરા: રેરા બોર્ડ ગાયબ

બાંધકામ સાઈટ પર સરકારના કડક નિયમો હોવા છતાં, રાજલક્ષ્મી બિલ્ડરની સાઈટ પર કોઈ પણ પ્રકારનું રેરા (RERA) રજીસ્ટ્રેશન બોર્ડ જોવા મળ્યું ન હતું. નિયમ મુજબ બાંધકામની વિગતો દર્શાવતું બોર્ડ ફરજિયાત છે, પરંતુ અહીં બિલ્ડરે નિયમોને ઘોળીને પીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અધિકારીઓનું 'મૌન' અને મિલીભગતની આશંકા

ઘટનાની ગંભીરતાને જોતા ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, જ્યારે તેમને રેરા બોર્ડ અને બિલ્ડર સામે થનારી કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું, ત્યારે અધિકારીઓએ મૌન સેવી લીધું હતું. અધિકારીઓના આવા વલણથી સ્થાનિકોમાં ચર્ચા જાગી છે કે પાલિકાના અધિકારીઓ બિલ્ડરોના ખોળે બેસી ગયા છે.

લોકોના જીવ જોખમમાં

રાજલક્ષ્મી બિલ્ડરની બેદરકારીને કારણે શિવ રેસિડન્સીના બે ટાવરના પાયા નબળા પડ્યા હોવાની ભીતિ છે. રહીશોને રાતોરાત ઘર ખાલી કરવા પડતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બિલ્ડરો અને પાલિકાના ભ્રષ્ટ ગઠબંધનને કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો હોવાનું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.

આ સમાચાર શેર કરો