Surat: રમતાં-રમતાં બાળકીએ ગુમાવ્યું સંતુલન, 40 ફૂટની ઊંચાઈએથી પટકાતા થયું મોત
સુરતના કીમ ચાર રસ્તા વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક બહુમાળી ઇમારતન

સુરતના કીમ ચાર રસ્તા વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક બહુમાળી ઇમારતના ચોથા માળેથી ત્રણ વર્ષની માસૂમ બાળકી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. રમતા-રમતા સંતુલન ગુમાવવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કીમ ચાર રસ્તા નજીક આવેલ 'કીમ સ્ક્વેર નામના રેસીડેન્સી એપાર્ટમેન્ટના ચોથા માળે બાળકીનો પરિવાર રહે છે, ત્યાં બાળકી ઘરની બારી પાસે ખુરસી પર બેસી રમી રહી હતી ત્યારે સંતુલન ગુમાવી દેતા અંદાજિત 40 ફૂટ ઊંચાઈથી ખુરશી સાથે બાળકી નીચે પટકાઈ હતી. ચોથા માળેથી નીચે પટકાવાને કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતક બાળકીનો પરિવાર ઉત્તરપ્રદેશનો છે.




