Surat news: ડબલ મર્ડરના આરોપીનો પોલીસ પર હુમલો, પોલીસે વળતી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા બુટલેગર ઈજાગ્રસ્ત
સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર દેવત ગ

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર દેવત ગામ પાસે પોલીસે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. બુટલેગરને પગના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




